ચિંતામાં ક્યાંક-ભાવિન ગોપાણી

ચિંતામાં ક્યાંક, ક્યાંક વલોપાતમાં હતો,

અંતે ય એ હતો જે શરૂઆતમાં હતો.

 

મારામાં જંપલાવીને કોઈ મર્યું અને,

કોરી નદીની જેમ હું આઘાતમાં હતો.

 

આખું અસત્ય સત્ય બનીને ઊભું હતું,

જબરો રૂઆબ એની રજૂઆતમાં હતો.

 

આંખો ખૂલી પછી જ આ સમજી શકાયું છે,

સરખો જ અંધકાર દિવસ રાતમાં હતો.

 

નાસી છે લાગ જોઈને બિલ્લીપગે નદી,

વાદળની સાથે પહાડ મુલાકાતમાં હતો.

 

થોડોઘણો હું એટલે પ્રખ્યાત થઈ ગયો,

ઉલ્લેખ મારો તારી બધી વાતમાં હતો.

 

( ભાવિન ગોપાણી )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.