એ સામે જુએ છે-શૈલેષ ટેવાણી

નથી તો ય જાણે એ સામે જુએ છે,

મીંચું આંખ ત્યારે એ સામે જુએ છે.

 

પરસ્પર કદીયે ન વાતો કરી છે,

નિબિડ અંધકારે એ સામે જુએ છે.

 

મેં ક્યારે જોયાં છે, કશું યાદ ક્યાં છે ?

પરિચય કશો ના એ સામે જુએ છે.

 

ઊભે સામે આવીને તો તો બોલાવું,

મેં જોયાં નથી ને એ સામે જુએ છે.

 

ઈશ્વર વિના કોણ હિમંત કરે આ ?

ઊંઘું કે જાગું એ સામે જુએ છે.

 

( શૈલેષ ટેવાણી )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.