पहाड़ सी मुसीबतों के बीच
आगे बढ़ पाने का नाम औरत है
दहाड़ती नसीहतों के बीच
अपनी कह पाने का नाम औरत है
हार के अंदेशो के बीच
परचम लहराने का नाम औरत है
जहरीले संदेशों के बीच
मीठा रह पाने का नाम औरत है
फैलते बाज़ारों के बीच
घर बना पाने का नाम औरत है
अनगिनत आजारों के बीच
मुस्कुरा पाने का नाम औरत है
सैकड़ों हैवानों के बीच
ईन्साँ रह पाने का नाम औरत है
दम तोड़ती जानों के बीच
नई जानें बना पाने का नाम औरत है
राह भूले धर्मों के बीच
मज़हबी रह पाने का नाम औरत है
फूटे कर्मों के बीच
किस्मत बना पाने का नाम औरत है
( कमला भसीन )
પહાડ જેવી તકલીફો વચ્ચે
આગળ વધી શકે એનું નામ સ્ત્રી છે
ગરજતાં વાદળો વચ્ચે
પોતાની વાત કહી શકે તેનું નામ સ્ત્રી છે
હારની ધાસ્તી વચ્ચે
વાસંતી લહેરે લહેરાઈ શકે
એનું નામ સ્ત્રી છે.
ઝેરીલી વાયકા વચ્ચે
મધમીઠી રહી શકે તેનું નામ સ્ત્રી છે.
ફેલાતા બજાર વચ્ચે ઘર બનાવી શકે
તેનું નામ સ્ત્રી છે
અગણિત આડખીલી વચ્ચે હસી શકે
તેનું નામ સ્ત્રી છે
સેંકડો હેવાનો વચ્ચે ઇન્સાનિયતથી રહી શકે
એનું નામ સ્ત્રી છે
જીવ ગુમાવતા માણસો વચ્ચે
જીવન સર્જનારનું નામ સ્ત્રી છે
દિશાવિહીન ધર્મસંપ્રદાયો વચ્ચે
ધાર્મિક રહી શકે તેનું નામ સ્ત્રી છે
ફૂટેલી કિસ્મત વચ્ચે
નસીબદાર બની શકે તેનું નામ સ્ત્રી છે.
( કમલા ભસીન, અનુ. બકુલા ઘાસવાલા )