તિમિરનું તત્વ-રમેશ પટેલ

તિમિરનું તત્વ પિછાણો;

પછી સૂર્યાસ્તને માણો !

 

તરું છું શબ્દનો દરિયો,

લઈને અર્થોનો પહાણો !

 

અચાનક બસ જવાનું છે-

અધર પર ‘અલવિદા’ આણો !

 

વચોવચ એક સરવરને-

સળગતા ચોતરફ મશાણો.

 

પરાત્પર છે સ્વયં દરિયો;

અને સ્તુતિ કરે વ્હાણો !

 

( રમેશ પટેલ )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.