ગંગા, જમુના, સરસ્વતી

તર્પણવેળાએ ગોરમહારાજ

બા-દાદાઓનાં નામ દઈ દઈ

કરાવે તર્પણ;

બે-ચાર પેઢી અગાઉનાં બાનું નામ

યાદ ના આવે તો

બોલાવે-

ગંગા, જમુના, સરસ્વતી…

 

કેટલીક

પેઢીઓ પછી,

કેટલાક

સૈકાઓ પછી

મારી

માતૃભાષાય

શું

ગંગા…

જમુના…

સરસ્વતી…?!

 

( યોગેશ જોષી )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.