પડછાયા-મોહમ્મદ નુરુલ હુડા Feb29 સુખના પડછાયા સાથે ઊડતાં સુખ પોતે પડછાયો બની ગયું દુ:ખના પડછાયા સાથે ઊડતાં દુ:ખ પોતે પડછાયો બની ગયું. વાદળના પડછાયા સાથે ઊડતાં તુંયે પડછાયો બની ગયો તારા પડછાયા સાથે ઊડતાં હુંયે પડછાયો બની ગયો. પડછાયાઓની સાથે ઊડતાં ઊડતાં મારો સંસાર પણ પડછાયો બની ગયો. બ્રહ્માંડનાં પડછાયા સાથે ઊડતાં હું લીટીઓ લખતાં શીખી ગયો. પડછાયો લખું છું, બીજું કંઈ નહીં, તને જ લખું છું. ( મોહમ્મદ નુરુલ હુડા (બાંગલાદેશ), અનુ. વર્ષા દાસ )