સલામ-જિજ્ઞેશ અધ્યારુ

સલામ
પ્યારે ભાઈઓ બહેનો
સબકો સલામ..

બોટલ કો સલામ
ઉસમેં પેટ્રોલ ભરને વાલે કો સલામ
વાટ કો સલામ
ઉસે જલાને વાલે કો સલામ
ઉસકુ ફેંકને વાલે કો સલામ
પત્થર ભેગે કરને વાલે કો સલામ
ઉસકો અગાશી મેં પહુચાને વાલે કો સલામ
ગુલેલ બનાને વાલે કો સલામ
પત્થર ફેંકને વાલે કો સલામ
નિશાન લગાને વાલે કો સલામ
હાથ મેં બંદૂક લહરાને વાલે કો સલામ

 

ઈન સબ કે લિયે
ઘરકી છત દેને વાલે કો સલામ
પૈસા દેને વાલે પઠ્ઠે કો સલામ
હિંમત દેને વાલે પોલિટિશીઅન કો સલામ
કવર કરનેવાલે ભાંડ પત્રકારોકો સલામ
ટીવી પર એને દેખને વાલે કો સલામ
અને હાશ આપણે બચી ગયા
કહી ટી.વી બંધ કરી
સદીઓ સુધી
સો જાને વાલે કો સલામ
એમના અફસોસ ને સલામ
એમના દુઃખ ને સલામ
સોશિઅલ મિડિયા પે ઉર્દુ કે
શેર ચિપકાને વાલે કો સલામ
અને એના મકસદ
ભૂલ જાને વાલે કો સલામ
એને સમજ્યા વગર
વાહ કરને વાલે કો સલામ
સલામ
પ્યારે ભાઈઓ બહેનો
સબકો સલામ..

 

ચારસો બાર છુરા મારને વાલોકી હેવાનિયત કો સલામ
લાશ કો ગટરમેં ફેંકનારની મહેનતને સલામ
ઉન સબકી પૂજ્ય માં કો સલામ
ઉન સબકે પૂજ્ય પિતાજી કો સલામ
ઉનકી છોટીસી ખતા કો સલામ
ઉનકી બિનસાંપ્રદાયિકતા કો સલામ
ઉનકી માનવતા કો સલામ

 

अहिंसा परमो धर्मः
યે રટાને વાલે કો સલામ
धर्म हिंसा तथैव च |
ભૂલ જાને વાલે કો સલામ
પેલા ત્રણ વાંદરાને સલામ
એ ત્રણેને ખેંચવા તત્પર
ભીડને સલામ
ભીડની લોહીની તરસને સલામ
સલામ
પ્યારે ભાઈઓ બહેનો
સબકો સલામ..

 

જો મરા ઉસકા ક્યા
સબકો એક ન એક દિન મરના હૈ
જેની દુકાન જલી
ગાડી – ઘર જલે ઉસકા ક્યા
યે તો હોતા હૈ
જેની ઈ-રિક્શાની
લોન પણ શરુ નથી થઈ
એની બળી ગયેલી
રોજી રોટી ને સલામ
સૈનિક બોર્ડર પર
જેની રક્ષા માટે છે
એણે જ સળગાવી દીધેલી
ઘરવખરીને સલામ

 

હમ અમન પસંદ હૈ
મરવાના હમારી નિયતી હૈ
એમાં નયા ક્યા હૈ?
યે તો સદિયોસે હોતા આયા હૈ
એટલે
મારા સિવાયના દુનિયાના દરેક ધર્મને સલામ
મારા સિવાયની દુનિયાની દરેક સંસ્કૃતિને સલામ

 

હું ‘કોણ’ છું એ મને ખબર છે
પણ એ બોલતાં મારી ફાટે છે
એ ‘કોણ’ છે એય મને ખબર છે
પણ એ બોલતાં તો મારી વધારે ફાટે છે
એટલે લોહીમાં ભળી ગયેલી
મારી નપુંસકતા ને સલામ
મારી સાથે કોઈ નથી
એ જાણ હોવા છતાં
આ લખી શકવાની
મારી હિંમતને સલામ.
મારી હેસિયતને સલામ
સલામ
પ્યારે ભાઈઓ બહેનો
સબકો સલામ..

ઇમરજન્સીમાં ઉમેરાયેલી
સેક્યુલર સમાજવાદી
લોકશાહીની

ઉદ્દાત
અડગ
ગર્વ લેવા જેવી
ધન્ય
ભાવનાને સલામ..
સલામ
પ્યારે ભાઈઓ બહેનો
સબકો સલામ..

( જિજ્ઞેશ અધ્યારુ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.