અભ્યાસક્રમ નથી-કિરણસિંહ ચૌહાણ

જીવવા માટેનો ચોક્કસ અભ્યાસક્રમ નથી,

બાકી સઘળી બાબતે અભ્યાસ મારો કમ નથી.

 

કેળવી છે આપણે કંઈ કેટલી સમજણ છતાં,

ખોળીયેથી નીકળીને ક્યાં જવું એ ગમ નથી.

 

સંત છે પણ તે છતાંયે સંત કોઈ ગણતું નથી,

વાત કેવળ એટલી કે એમનો આશ્રમ નથી.

 

આપીને આદર પરસ્પર, બે જણાં જીવી ગયાં,

શું થયું જો એક-બે વિચારનો સગંમ નથી !

 

વિશ્વમાં સૌથી વધારે યાદ મેં તમને કર્યાં,

એ અલગ છે વાત, આ નોંધાયેલો વિક્રમ નથી.

 

( કિરણસિંહ ચૌહાણ )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.