શ્વાસોની રાશ-ડો. સુધીર દેસાઈ Mar3 કોલાહલ મારા રકતમાં ભળીને વહેવા માંડ્યો છે મારા શરીરમાં જ્યારથી ઘડિયાળમાં રહેવાનું શરૂ કર્યું છે. રોજ રાત્રે રાત્રિનાં પાંચ છ ટુકડાઓ ટ્યુબલાઇટમાં ખોસી બાળી નાખું છું હું મારા આકાશને વિસ્તરવા માટે રાત્રિને ભાંગી જગ્યા કરવી પડે છે રોજ. મારી આંખોનો રથ ઊભો રહી જાય છે. મારા શ્વાસોની રાશ પકડીને રોજ રાત્રે. દરવાજા ખોલી નાખો મારા ઘોડાઓ ભલે ચાલ્યા જાય મારા રથને લઈને આકાશ વિસ્તારી ગયું છે શ્વેતભૂમિ પર. ( ડો. સુધીર દેસાઈ )