જાગરણ-સંજુ વાળા Mar5 સમી સાંજના બીજચંદ્રની સાક્ષીએ લખેલી ગીતપંક્તિ ગણગણતાં જ ચકવા-ચકવીએ સૂર પુરાવ્યો ચંદ્ર થોડો નજીક આવ્યો રાત વધુ ને વધુ ઘાટી થતી ગઈ ચકવી રાતભર ચીઈઈટુ…ચીઈઈટુ કરી કાળા અવાજની ઢગલીયો કરતી એક ડાળથી બીજી ઝાડથી જમીન જમીનથી ઝાડ પર ફરતી રહે ચકવો આવી આવીને ઢગલીઓ ફોળે ચકવીની ગંધ પારખે અને પોતાના અવાજનું અંધારું આરોપતો રહે છે છેક પરોઢ સુધી દૂર દૂરથી એજ સ્વર સાંભળતા રહ્યા હજુ સવાર થવામાં વાર છે મને ય હજુ જગાડે છે. ( સંજુ વાળા )