છોકરીનો હસ્ત અંધકારનો બનેલો છે
એને હું કેમ પકડું ?
છેદાયેલા મસ્તકોની જેમ લટકે છે શેરીના દીવા
અમારી વચ્ચેના ભયાવહ દ્વારને ઉઘાડે છે રક્ત
દેશનું વકાસેલું મોં ભીંસાય છે વેદનાથી
દેહ કણસે છે કંટક-શૈયા પર
આ છોકરી પાસે છે માત્ર બળાત્કાર થયેલું શરીર
જેના વડે હું તેની સમીપે પહોંચી શકું
મારા અપરાધભાવનો ભાર રોકી નથી શકતો
એને આશ્લેષમાં લેવાની મારી ઈચ્છાને
( જયંત મહાપાત્ર, અનુ : ઉદયન ઠક્કર )
મૂળ ભાષા : અંગ્રેજી