હાંફી ગ્યા ને ?-કૃષ્ણ દવે

ચાર પગે થઈ ભાગ્યા’તા તે બીજું શું થયું હાંફી ગ્યા ને ?
તમે ઝાંઝવા માગ્યા’તા તે બીજું શું થયું હાંફી ગ્યા ને ?

 

એક ધુમાડાનો જાદુગર ઊંચા ઊંચા મ્હેલ બનાવે
તમને સાચા લાગ્યા’તા તે બીજું શું થયું હાંફી ગ્યા ને ?

 

તમે આંખમાં જાળ બિછાવી, આવે એને ઝડપી લેવા
રાત રાત ભર જાગ્યા’તા તે બીજું શું થયું હાંફી ગ્યા ને ?

 

એ જ અમે નિરાંત, હાશ ,હુંફાળો તડકો ને છાંયો પણ
તમે જ અમને ત્યાગ્યા’તા તે બીજું શું થયું હાંફી ગ્યા ને ?

 

પીડા તો પોતીકી મૂડી એનો ઢંઢેરો પીટવાનો ?
ઢોલ બનીને વાગ્યા’તા તે બીજું શું થયું હાંફી ગ્યા ને ?

 

( કૃષ્ણ દવે )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.