તમે-અમે-દીપક ત્રિવેદી

તમે તો શ્યામ રંગનું વાદળ

અમે તો ઝાંઝર હાંફળ-ફાંફળ

 

તમે તો ઘટઘટમાં ભરિયા દરિયા રે સાંવરિયા

અમે તો ખાલીખમ પનઘટ ગગરિયા રે સાંવરિયા

 

તમે તો કમળપત્ર પર ઝાકળ

અમે તો વપરાયેલી બે-પળ

 

તમે તો પલપલમાં મુરલી અરધી રે પાતળિયા

અમે તો ઘૂઘરિયું અરધી-પરધી રે પાતળિયા

 

તમે તો મોરપિચ્છમાં ખળખળ !

અમે તો આંખોમાં યમુના જળ !!

 

( દીપક ત્રિવેદી )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.