આંગણા સમીપ-વિજય રાજયગુરુ

આંગણા સમીપ ઉગી જાય ગુલમહોર,
આંગણા નજીક ગીત ગાય ગુલમહોર.

કાલ આંગણે અહીં કશું ક્યાં હતું?
આંગણે ન આજ ક્યાંય માય ગુલમહોર.

કાલ તો હવા અહીં જ ઉંઘતી હતી,
વાયરાની સાથ આજ વાય ગુલમહોર.

કાલ રાફડો હતો, હતો ય તાપ પણ,
આંગણું જીવંત આજ, છાય ગુલમહોર.

કાલ જે ઉદાસ મસ્તકે ખડું હતું,
આજ તાપમાં સળંગ ન્હાય ગુલમહોર.

( વિજય રાજયગુરુ )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.