સમણાંની ડાળે-ઇસુભાઈ ગઢવી Apr25 સમણાંની ડાળે ઉગ્યાં છે ગુલમહોર- સાંજ ને સવાર આવી ઝૂર્યા કરે છે રોજ અકેકા પાંદડે ચકોર… સમણાંની ડાળે ઉગ્યાં છે ગુલમહોર. આંખો ચૂવે ને રૂવે પાંપણની ઝંખના, ઉઘાડા જીવતરની કોરી ખાય વંચના; આંગણાની ધૂળમાં યાદોનાં રણ ઉગે,નેણામાં ઉગે છે થોર… સમણાંની ડાળે ઉગ્યાં છે ગુલમહોર. સુખનું એકાંત રોજ સાલે છે શૂળ થઇ,સ્મરણો આ મારગમાં ખટકે છે ધૂળ થઇ, આવે અષાઢ કે’દી જીવતરના ટોડલે,કણસે છે રોજ અહીં મોર… સમણાંની ડાળે ઉગ્યાં છે ગુલમહોર. ( ઇસુભાઈ ગઢવી )