સાજન, તું ગુલમ્હોર સરીખો-તુષાર શુક્લ Apr27 સાજન, તું ગુલમ્હોર સરીખો ને હું છું ગરમાળો આપણે સાથે ખીલીએ મનભર શોભી ઉઠે ઉનાળો. તાપનો ડર ના હોય એમને જેમણે કીધું તપ તાપની વચ્ચે આપણે કીધો ખીલી ઉઠવાનો જપ તપ ને તાપનો મળી ગયો ને, આજે રંગભર તાળો ! પર્ણ ખેરવ્યાં પોતે જાતે આહૂતિ એ દીધી. ખીલશું ત્યારે જગત નીરખશે, એ શ્રધ્ધાને પીધી. આજ હવે આવી એ મોસમ , હોવું રંગ ઉછાળો. ( તુષાર શુક્લ )