હું રોપું ગુલમ્હોર-નેહા પુરોહિત

હું રોપું ગુલમ્હોર અને તું વાવી દે ગરમાળો
કરીએ સૂરજને એમ ચાળો !

 

ઝીણીઝીણી પાંદડિયું ફરફરતી દેશે તાળી
હસતા રમતા કાળઝાળ તડકાને દેશે ખાળી
અમને સહેજે નથી કનડતો આ વરસે ઉનાળો..
કરીએ સૂરજને એમ ચાળો !

 

કેસરિયાં ને પીળાં ફૂલો આંગણિયે વેરાશે,
વાસંતી વૈભવ આ રીતે વર્ષા લગ ફેલાશે !
મેઘો આવે ત્યારે કહીશું રૂડા બાજઠ ઢાળો-
કરીએ સૂરજને એમ ચાળો !

 

( નેહા પુરોહિત )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.