લીલીછમ આંખોમાં-તુષાર શુક્લ

લીલીછમ આંખોમાં ઊગ્યા ગુલમ્હોર
મને રાતો ઉજાગરો ખટકે
ગોરાંદે, મારી વારતા ન આટલેથી અટકે….

 

તારા તે હાથ તણી મેંદીનો રંગ
રહ્યો મારા તે હેતથી અજાણ્યો
સપનાની વાટમાં એ પળનો સંગાથ
તો ય રૂંવે રૂંવેથી એને માણ્યો

મને કાળજડે કોઈ ફાંસ ખટકે
ગોરાંદે, મારી વારતા ન આટલેથી અટકે….

 

દરિયા સંગાથે એની રેતીને ચાહવી
ને ફૂલોની સાથ એનો ક્યારો
ગમતા અણગમતાનો ભૂલે જે ભેદ
એ જ જીવી જાણે છે જનમારો

મને વ્હેરી રહ્યું છે કોઈ કટકે
પિયુજી, મારી વારતા તો આટલેથી અટકે…

 

( તુષાર શુક્લ )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.