સાત રંગના સરવાળા-નિરુપમ નાણાવટી

સાત રંગના સરવાળા છે,
એથી સુરજ અજવાળા છે.

 

આપું ક્યાંથી ગુલમહોર હવે?
અહીં તો પીળા ગરમાળા છે !

 

કેટલા અહમ પોષવાના છે હવે?
હરકોઈના અહીં અણિયાળા છે.

 

એમતો થાકી જ જવાનું હતું,
પ્રવાસ આખોય પગપાળા છે.

 

એ બધુંય કંઇ આપણું હતું નહીં,
હોવાનો ખ્યાલ બસ ભરમાળા છે.

 

( નિરુપમ નાણાવટી )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.