ભલે, શરીર છોટુ પણ મગજ મોટું રાખવાનું છે.
અને એ પણ ભોળાનાથ ઉપર બધું નાખવાનું છે.
ગણનાયક થવાને માટે ગજાનન ગુણ વાળા, તારે.
એક ઉંદરને પણ વાહન બનાવી વધું હાંકવાનું છે.
ઝેર પીધાં પીતા પીનાકપાણીએ સૃષ્ટિના સઘળાં,
છે પ્રિય મોદક મજાના,જગત મીઠું રાખવાંનું છે.
હેં વિઘ્નહર્તા! વિધ્નો તો આવ્યા જ કરે વારે વારે.
પ્રહાર પરશુંનો ઝીલવા દંતશૂળ આડું આપવાનું છે.
કાન મોટાં કાયમને માટે વાત જનગણની સુણવા,
સઘળાંને સમાવી લેવા આ પેટ મોટું રાખવાનું છે.
આસુરો અલગ જ વૃત્તિ વાળા તમારાથી જ મરે.
બળ, વર, સૂંઘવાને માટે નાક અનોખું રાખવાનું છે.
ને કામ તમારે ઘણાં કાર્તિકેયબંધુ કર ચાર જોશે.
લઈ કલમ ક્યારેક શુભ લાભ લખી નાખવાનું છે.
રિદ્ધિ સિદ્ધિ ઉભી છે ‘દેવ’ આંગણે લઈ વરમાળા.
વિનમ્ર થઈ ને હે વિર તમારે માથું ઊંચું રાખવાનું છે.
( દેવાયત ભમ્મર )