ધીર-પુષ્કરરાય જોષી Jan13 થોડી રાખ્યને ધીર, મનવા, થોડી રાખ્યને ધીર, જ્યાં લગ રે’શે શરીર ત્યાં લગ રે’શે ધીર… . આંધી આવ્યે ઉખડે કેવાં મૂળિયાં સોતાં ઝાડ ! વીજ પે તોયે વેઠી લેતાં મૂંગા બાપડાં પહાડ, શીર ઝુકાવી દેતાં તૃણને આંચ ન આવે લગીર… . વસંત આવ્યે ઝાડ હરખતું, પાનખરે ન રડતું, કુદરત કેરું કાળનું ચક્કર મરજી મુજબ ફરતું. હારી બાજી જીતવા રહે હર સંજોગોમાં થીર… . ( પુષ્કરરાય જોષી )