પીડા-સોનલ પરીખ Jan14 પોતાની પર્તો ખોલી હું એક પીડાને પામી . -હવે ? . હવે સળગવું નથી, વળગવું નથી અટકવું નથી, છટકવું નથી પીડાની આંગળીઓ પર આમ લટકવું નથી નસમાં વહેતા ગરમ લોહીમાં ઈચ્છાઓના લઈ પરપોટા અહીંથી ત્યાં ને ત્યાંથી ક્યાં ક્યાંય ભટકવું નથી . પીડાની પર્તો ખોલું તો કદાચ ખુદને પામું. . ( સોનલ પરીખ )