તું તો આટલું કર-તુષાર શુક્લ

એને જે કરવું હો કરશે
તું તો આટલું કર
બહાદૂરી નહીં , બેવકૂફી છે આ
તું ના બહાર ફર
.
ઓળખ તું આ રોગને
એનો રાખ તું થોડો ડર
એક સાંધવા મથે તબીબો
તૂટે છે સત્તર
.
આભ ફાટ્યું છે ત્યારે તું પણ
બે બખિયા તો ભર
છીંડા શોધવા , છીંડા પાડવાનું
તો તું ના કર !
.
ધ્યાન રાખજે પોતાનું
તું પોતાનાં ખાતર
હાથ જોડીને કહું છું
તારી વાટ જૂવે છે ઘર
.
નિંદા કરવા માટે પણ તો
જીવવું છે આખર
જીવતા હશે તો ભદ્રા પામશે
જીવન છે સુંદર
.
એની દુનિયા સાચવી લેવા
એ તો છે હાજર
પણ ગિરધારીયે રાજી રે’શે
તું પણ ટેકો ધર 🙏
.
( તુષાર શુક્લ )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.