Author Archives: heenaparekh

કશું નથી – ભરત ભટ્ટ ‘પવન’

. બારી કે બારણાંઓ ત્યાં હાજર કશું નથી, બે-ચાર છબીઓ છોડીને અંદર કશું નથી.  . કોણે લખ્યું છે વાક્ય અદાલતની ભીંત પર ? કે ‘ત્રાજવું નથી તો બરાબર કશું નથી’.  . છે રામ ન રહીમ – જગતમાં વિકલ્પ છે, પણ પ્રેમથી વિશેષ ખરેખર કશું નથી.  . એવી સભામાં શક્ય છે સૌને જવું પડે, જ્યાં માનપાન, [...]

Share

લઘુકાવ્યો, હાઈકુ, તાન્કા, મુક્તક…

. (૧) પંખી  . મેં એક દિવસ એક પંખીને પૂછ્યું: ‘તને માણસ થવું ગમે ?’ તો પંખી કાંઈ ન બોલ્યું ને ઊડી ગયું આકાશમાં ! . ( મધુકાન્ત જોષી )  . (૨)  . અછત અને પ્રાપ્તિ . પહેલાં હતું કે શું ખાવું ? આજે થતું કે ખાવું શું !  . ( જગન્નાથ રાજગુરુ )  . [...]

Share

મારે તો જોઈએ – ચંદ્રકાંત શેઠ

. મારે નથી જોઈતું સ્વર્ગ નથી જોઈતું મુક્તિફળ; મારે તો જોઈએ કેવળ પાણી, મારા તરસ્યા ગામની પરબ ચાલતી રહે માટે.  . મારે નથી જોઈતા નવનિધિ; મારે નથી જોઈતાં અષ્ટસિદ્ધિફળ; મારે તો જોઈએ કેવળ ધાન, મારા ભૂખ્યા ગામની ઘંટી ચાલતી રહે માટે.  . મારે નથી જોઈતી ગાડી, ને નથી જોઈતી લાડી; મારે તો જોઈએ બસ માડી. [...]

Share

હશે ખરો કોઈ – લાભશંકર ઠાકર

. અંદરનું અંદર આવેલું, અંદરની બાજુનું મારું આંતરિક કદાચ પગથિયાં વગરનું છે. કદી હું એમાં જઈ શક્યો નથી. કોઈ સદી એવી નથી કે મેં ટકોરા ન માર્યા હોય. મને લાગે છે કે અંદર કોઈ હોય તો તે સાંભળતો નથી. એને હાથ હશે ? પગ હશે ? એને નહિ થતું હોય મન બહાર આવીને મને મળવાનું. [...]

Share
Powered By Indic IME