યાત્રા/પ્રવાસ

શિયાળ બેટ, સવાઈ બેટની સફર-જિજ્ઞેશ અધ્યારુ

[ગુજરાતી બ્લોગજગતમાં જિજ્ઞેશ અધ્યારુનું નામ અજાણ્યું નથી. "અધ્યારુનું જગત"થી "અક્ષરનાદ" સુધીની જિજ્ઞેશભાઈની સફરના સાક્ષી ઘણાં હશે. અન્ય કવિ-લેખકોની રચનાઓ બ્લોગ પર મૂકતાં મૂકતાં જિજ્ઞેશભાઈની અંદર રહેલો કવિ અને લેખક ક્યારે જાગૃત થઈ ગયો એની જાણ કદાચ એમને પણ નહીં હોય. અને પછી તો એમની બળુકી કલમ દ્વારા ઘણી રચનાઓ મળી. એમાંય એમના પ્રવાસવર્ણનો હંમેશા અદ્દભુત રહ્યા. ઓછા જાણીતા એવા ઘણાં સ્થળો વિશે એમણે રસપ્રદ વર્ણનો લખ્યા. જે વાંચીને આપણને પણ એ સ્થળોની મુલાકાત લેવાનું અવશ્ય આકર્ષણ થાય. આવા જ એક સ્થળ શિયાળ બેટ અને સવાઈ બેટની મુલાકાત જિજ્ઞેશભાઈની કલમ દ્વારા લઈએ. જિજ્ઞેશભાઈનું આ પ્રવાસવર્ણન "નવનીત સમર્પણ"ના જાન્યુઆરી ૨૦૧૧ના અંકમાંથી લેવામાં આવ્યું છે. મારી સાઈટ પર આ પ્રવાસવર્ણન મૂકવાની પરવાનગી આપવા બદલ હું જિજ્ઞેશભાઈનો ખાસ આભાર માનું છું. ]

.

..


Share

શ્રી ગંગેશ્વર મહાદેવ

સૌરાષ્ટ્રના પ્રવાસ દરમ્યાન પ્રવાસના બીજા દિવસે બપોરે ૧.૩૦ વાગ્યે અમે પાલિતાણાથી દીવ જવા નીકળ્યા. સાંજે પાંચ વાગ્યે દીવ પહોંચીને હોટલ પર સામાન મૂકી નાગવા બીચ ગયા. સાત વાગ્યા સુધી દરિયાને માણ્યા બાદ ટુર સંચાલક શ્રી અનિલભાઈ પારેખે કહ્યું કે ગંગેશ્વર મહાદેવ જવું છે. તેથી બધા ફરી બસમાં ગોઠવાયા અને દીવના કુદમ ગામ સ્થિત ગંગેશ્વર મહાદેવ પહોંચ્યા. અહીં મંદિર જેવું કંઈ ન હતું. દરિયાકિનારે કુદરતી રીતે બનેલ ખડકની નીચે પાંચ શિવલીંગ હતા જેની સ્થાપના પાંડવોએ કરી હતી અને દરિયામાં ભરતી આવે ત્યારે દરિયાનું પાણી બધા શિવલિંગને અભિષેક કરે છે એવી માહિતી અમને શ્રી અનિલભાઈએ આપી. અમે ૭.૦૦ વાગ્યે ગયા ત્યારે ભરતીનો સમય ન્હોતો. બસની બહેનોએ ભજનો ગાયા અને ઉપર મોટો ચોક હતો ત્યાં ગરબાની રમઝટ બોલાવી. ત્યારબાદ અમે દીવ હોટલ પર પહોંચ્યા. ભોજન તૈયાર જ હતું એટલે તેને ન્યાય આપ્યો. બીજા દિવસે સવારે આગળની યાત્રા માટે નીકળવાનું હતું અને અમારી ઈચ્છા દીવનો ફોર્ટ વગેરે જોવાની હતી એટલે મન જરા કચવાતું હતું. ત્યાં અનિલભાઈ આવીને કહ્યું ‘ચાલો’. રીક્ષામાં બેઠા ત્યારે જ ખબર પડી કે અમે (અનિલભાઈ પારેખ, જયસિંગભાઈ ચૌહાણ, અલકામાસી અને હું) ફરી ગંગેશ્વર મહાદેવ જઈ રહ્યા છીએ. ભરતીનો સમય રાત્રે ૯.૦૦ વાગ્યાનો હતો. અમે ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં જામનગર ઈન્ડિયન એરફોર્સના એક પાયલટ અને તેનો પરિવાર ત્યાં હાજર હતો. તે સિવાય બીજું કોઈ જ ન હતું. એ લોકો તો અમે સાંજે ૭.૦૦ વાગ્યે પહેલીવખત દર્શન કરવા ગયા ત્યારે પણ ત્યાં જ બેઠા હતા. એ ભાઈ સાથે વાત કરતાં એમણે કહ્યું કે “હું તો આજે નક્કી કરીને જ આવ્યો છું કે અભિષેક ના થાય તો આખી રાત બેસી રહીશ. પણ અભિષેક જોઈને જ જઈશ”. ભરતીની શરૂઆત થઈ હતી પણ શિવલિંગ સુધી પહોંચતા હજુ વાર લાગશે તેવું લાગ્યું. છતાં અમે બધા પાણીની રાહ જોઈને ગોઠવાયા. મારે ફોટોગ્રાફ્સ લેવાના હતા એટલે મેં શિવલિંગની સામે ઉપરના ખડક પર જમાવ્યું. જેમ જેમ ભરતી વધતી ગઈ તેમ તેમ ધીમે ધીમે થોડું પાણી આવતું ગયું. દરેક શિવલિંગ એક સીધી લાઈનમાં હતા અને પાંચ પાંડવોના કદ પ્રમાણે હતા. નકુલ અને સહદેવ દ્વારા સ્થાપિત શિવલિંગો નાના હતા અને જે તરફથી પાણી આવવાનો માર્ગ હતો એ તરફ જ હતા. તેથી તેના પર જલ્દી અભિષેક થઈ ગયો. પાયલોટ ફેમિલીના બાળકો ભૂખ્યાં થયા હતા એટલે એ બધા હોટલ જવા નીકળ્યા. પાયલોટ જતાં જતાં કહી ગયો કે “ હું પાછો આવું છું”. પાણીના મોજા આવતા ગયા અને અર્જુન અને યુધિષ્ઠિર દ્વારા સ્થાપિત શિવલિંગો પર પણ અભિષેક થઈ ગયો. ભીમભાઈ જ જરા મથાવતા હતા. છેવટે બે-ત્રણ મોટા મોજા આવ્યાં અને ભીમ દ્વારા સ્થાપિત શિવલિંગ પર અભિષેક થઈ ગયો અને અમે સૌએ હર્ષોલ્લાસ કર્યો. અને હર હર મહાદેવનો જયકાર કર્યો. આ તમામ સમય દરમ્યાન કંઈ નવી જ અનુભૂતિ થતી હતી. કોઈ અલૌકિક સ્થળ પર અમે સૌ હતા અને કુદરતનો જીવતોજાગતો ચમત્કાર જોઈ રહ્યા હતા એવું લાગતું હતું. ઘડિયાળનો કાંટો ૧૦.૦૦ વાગ્યાથી ઉપર પહોંચી ગયો હતો. રીક્ષાવાળો ઉતાવળ કરાવતો હતો. કારણ કે આ સ્થાન પર રાત્રે કોઈ રહી શકતું નથી એવી સૂચના ત્યાં બોર્ડ પર લખવામાં આવી છે. એટલે અમે સૌએ પ્રણામ કરીને કુદમ ગામ છોડ્યું.

ગંગેશ્વર મહાદેવના પૌરાણિક માહત્મ્ય અંગે જાણકારી મેળવવા અહીં ક્લીક કરો.

Share

આખરી પડાવ(continue)

Indigoની બે ફ્લાઈટ સાથે થઈ ગઈ હતી એટલે અમારો સામાન આવતાં થોડી વાર લાગી. બધી બેગ આવી ગઈ પછી અમે એરપોર્ટની બહાર નીકળ્યા. અમારે મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન જવાનું હતું. એરપોર્ટની બહાર ઘણાં બધાં ટેક્ષીવાળા અમને ઘેરી વળ્યા. મામાએ એક હિન્દીભાષી ભાઈ સાથે ટેક્ષીનું નક્કી કર્યું. એ તરત એની બે ટેક્ષી લઈ આવ્યો. અને અમે મુંબઈ સેન્ટ્રલ જવા નીકળ્યા. રેલ્વે સ્ટેશન પહોંચીને પહેલા કંઈક ખાવાનું વિચાર્યું. અમે ગોવાથી જમીને ન્હોતા નીકળ્યા અને પ્લેનમાં પણ કંઈ આપ્યું ન્હોતું. ખાવા માટે કંઈ શોધવાની જરૂર ન પડી. સ્ટેશન પર McDonalds જોઈને મારા બન્ને કઝિન ખુશ થઈ ગયા.

McDonalds on Mumbai Central

McDonalds on Mumbai Central


થોડો નાસ્તો કરીને પ્લેટફોર્મ પર ફ્લાઈંગ રાણીની રાહ જોઈને ઉભા રહ્યા. થોડીવારમાં જ ટ્રેન આવી.

Mumbai Central

Mumbai Central

૧ અને ૨ નંબરની સીટ મારા મમ્મી-પપ્પાની હતી. મેં તેમને બેસાડ્યા અને સામાન ગોઠવ્યો. 3 નંબરની સીટ બીજા કોઈની હતી અને બારી પાસેની ૪ નંબરની સીટ મારી હતી. પણ ૩ અને ૪ નંબરની સીટ પર વૃધ્ધ કાકા-કાકી બેઠા હતા. મેં તેમને મારી સીટ વિશે પૂછ્યું તો તેમણે મને તેમની ૬ નંબરની સીટ પર બેસવા કહ્યું. તે સીટ પણ બારી પાસે જ હતી તેથી હું ૬ નંબરની સીટ પર બેસી ગઈ. ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી ઉપડી. મેં હેડફોન લગાવી ગીત સાંભળતા સાંભળતા પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. ક્યારે બોરીવલી આવ્યું તે ખબર ન પડી. ત્યાંથી ઘણાં મુસાફરો ટ્રેનમાં ચઢ્યા. મારી બાજુની સીટ પર પણ કોઈ આવ્યું. મેં જોયું તો ટીવી અને તખ્તાના જાણીતા કલાકાર અલીરઝા નામદાર. હું તેમને તરત ઓળખી ગઈ. કારણ કે આ પહેલા કલકત્તામાં પણ મેં તેમને જોયા હતા. અને રોજ ટી.વી. સિરિયલોમાં તો જોતી જ હતી. તેઓ વાપીમાં અમે મસ્તીના મતવાલા નાટક કરવા માટે જતા હતી. અમે ઘણી વાતો કરી. કમ્પાર્ટમેન્ટમાં ઘણાંએ તેમને ઓળખી લીધા હતા. હાલ સ્ટાર પ્લસ પર આવતી બિદાઈ સિરિયલમાં પણ તેઓ અભિનય કરી રહ્યા છે. વાપી સુધી એક ઉમદા કલાકાર સાથે વાત કરવાનો મને મોકો મળ્યો.

with Aliraza Namdar

with Aliraza Namdar

ઉપસંહાર:

મેં મારા મોટેભાગના પ્રવાસો વલસાડના દુર્ગેશ ટુરિસ્ટમાં કર્યા છે. એના સ્થાપક શ્રી અનિલભાઈ પારેખ વ્યવસાયે શિક્ષક હતા. હાલ તો નિવૃત્ત છે અને પ્રવાસનું આયોજન કરવામાં જ પ્રવૃત્ત છે. અનિલભાઈ એવું વિચારે કે દરેક વ્યક્તિ કંઈ વારંવાર આ સ્થળોએ આવી નહીં શકે. એટલે એમનો મુખ્ય ભાર સ્થળો બતાવવામાં વધારે હોય. રસ્તામાં પણ કંઈ અગત્યનું સ્થળ આવે તો બસ ઉભી રાખીને તે સ્થળ બતાવી દે. કંઈ પણ અગત્યનું જોવાનું ચૂકી ન જવાય તેનું ખાસ ધ્યાન રાખે. દરેક જગ્યાએ હોટલ પણ મુખ્ય વિસ્તારની નજીક જ હોય. એટલે જ્યારે ફ્રી થાવ ત્યારે જાતે પણ તમે ફરી શકો. હું આ રીતે ફરવા ટેવાયેલી.

આ વખતે થોડો જુદો અનુભવ હતો. આ અગાઉ અમદાવાદની નવભારત ટુર્સમાં કેરાલા જવાનું થયેલું ત્યારે પણ લગભગ આવો જ અનુભવ થયો હતો. રીસોર્ટ મતલબ સંપૂર્ણ આરામ અને સારું સારું ખાવાનું. પણ ફરવાના કે સ્થળો બતાવવાના નામે મીંડુ. રીસોર્ટની પોતાની દુનિયા હોય. ત્યાં તમારો સમય પસાર કરવા માટે ઘણીબધી પ્રવૃત્તિ હોય. જો તમને તેમાં રસ પડે તો.

અમે ગોવા ગયા પણ ખાસ કંઈ જ જોઈ શક્યા નહીં. કારણ કે રીસોર્ટ એવી જગ્યાએ હતું કે ત્યાંથી જાતે ક્યાંય પણ જવાનું શક્ય ન્હોતું. અમે રીસોર્ટમાં બરાબર આરામ જ કર્યો. ક્યારેક આરામ પણ જરૂરી હોય છે. બાકી એકદમ ફરવાનો મૂડ હોય કે વધારે સ્થળો જોવાની ઈચ્છા હોય તો રીસોર્ટમાં ન જવું. અને જેને સખત આરામની આવશ્યકતા હોય તેણે તો રીસોર્ટમાં જ જવું.

Share

More Photographs & Video-4

From Plane's Window-1

From Plane's Window-1

From Plane's Window-2

From Plane's Window-2

From Plane's Window-3

From Plane's Window-3

From Plane's Window-4

From Plane's Window-4

From Plane's Window-5

From Plane's Window-5

Mumbai-From Plane's Window

Mumbai-From Plane's Window

Share
Powered By Indic IME