બે લઘુકાવ્યો Aug22 ૧. . મારે તો… . મારે તો ક્યાં જવું હતું એકેય શિખર પર ? ! મારે તો બસ, ઝર ઝર ઝર ઝર ઝરી જવું હતું પારિજાતનાં પુષ્પોની જેમ તારી ભીતર… . ૨. . ભૂકમ્પ . -છેવટે કંપી ઊઠી ઈશ્વરની માનવતા ને માનવની ઈશ્વરતા ! . ( યોગેશ જોષી )