સ્વબોધ Jun20 “આપણે આપણી રીતે રહેવું: ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું! ફૂલની જેમ ખૂલવું અને ડાળની ઉપર ઝૂલવું ભમરાનું ગીત કાનમાં આંજી કાંટાનું રૂપ ભૂલવું મૂંગા થઈને સહેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું! પગલાં ભૂંસી ચાલતા થવું પંથની ઉપર મ્હાલતા જવું આનંદ આનંદ વેરતાં વેરતાં આનંદને પંપાળતા જવું લેવું દેવું કાંઈ નહીં: કેવળ હોવું એ જોતા રહેવું ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!” ( સુરેશ દલાલ )
પગલાં ભૂંસી ચાલતા થવું પંથની ઉપર મ્હાલતા જવું આનંદ આનંદ વેરતાં વેરતાં આનંદને પંપાળતા જવું લેવું દેવું કાંઈ નહીં: કેવળ હોવું એ જોતા રહેવું ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!” મારા પ્રિય કવિ સુરેશ દલાલનું સુંદર કાવ્ય મૂકવા બદલ આભાર. Reply
પગલાં ભૂંસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જવું
લેવું દેવું કાંઈ નહીં: કેવળ હોવું એ જોતા રહેવું
ખડક થવું હોય તો ખડક: નહીં તો નદી જેમ નિરાંતે વહેવું!”
મારા પ્રિય કવિ સુરેશ દલાલનું સુંદર કાવ્ય મૂકવા બદલ આભાર.