સુખની કવિતા

નસીબનું પાનું ખોલનાર ચકલી સુખી છે;

મિત્ર; એના મૌનનો વિષાદ નથી પરખાતો.

આભાસને અરીસામાં જોઈ આનંદ માણનાર સુખી છે;

મિત્ર; એને સ્પર્શી પારખી શકવાની શક્યતા નથી હોતી.

દેવાલયમાં બેઠેલો માણસ સુખી છે;

મિત્ર; ઘંટારવ અને નિજનો અવાજ એને ભિન્ન નથી જણાતા કદીય.

સુખી થવાની કલ્પના કરતો માણસ અત્યંત સુખી છે;

મિત્ર; એની કલ્પનામાં દુ:ખને સ્થાન નથી હોતું..


( પ્રાણજીવન મહેતા )

2 thoughts on “સુખની કવિતા

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.