પગ વિશે હાથનો અભિપ્રાય Aug17 મારા ઘરમાં હું પગ લંબાવું છું ત્યારે ચાદરમાંથી બહાર નીકળેલા પગ ભીંતને અડકે છે, કદાચ તેથી સ્તો કવિતા લખવા માટે મને કાગળ ટૂંકો નહીં પડતો હોય ને? પગ હતા એટલે મેં પગલાં ભર્યા પણ હવે પગલામાંથી પગ કપાઈ ગયા છે એટલે કાગળ પર ચાલવા મેં શબ્દોની ઘોડી બનાવી છે! મૂર્ધન્ય સાહિત્યકારોને તમે ઘણા વાંચ્યા હશે પણ હવે પ્રશ્ન એ છે કે તમે કોઈવાર પગને વાંચ્યા છે? ( પ્રવીણા જોશી )