પ્રેમની કથા

પ્રેમની હર કથા કરુણાંત હોય છે.

જે પંખીની પાછળ

વન-ઉપવનો ભમ્યા

તેને છેવટે

અભ્યાસખંડમાં બેઠા બેઠા

સમીરઅલીની ચોપડીમાં શોધવાનું!

જે પંખીની સાથે

ચાંચમાં ચાંચ પાંખમાં પાંખ રમ્યા

તેનો છેવટે

કોઈની આગળ આરામથી

આંખે દેખ્યો હેવાલ કહેવાનો!

જે પિંજરમાં હોંશે હોંશે

બેઉ પુરાયા ને ઝૂલ્યાં

તેને છેવટે

પલંગમાં પડ્યાં પડ્યાં

ખાલી ઝૂલ્યા કરતું જોવાનું!

પ્રેમની હર કથા કરુણાંત હોય છે.

( જયંત પાઠક )

One thought on “પ્રેમની કથા

  1. tamari premni karun kavita vanchi .bahuj pasanan
    aavi tamari kalam hamesha chalti rahe a-vi
    prar-thna.
    comment by :
    chandra.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.