દર્શન Aug22 વિસ્તરતી ક્ષિતિજોને પેલે પાર સૂરજ કેરે અડપલે છંછેડાયેલી છણકો કરતી મુગ્ધ ઉષા એની દેહલતાનો રંગ લાલંલાલ ને મિલનભીની યાદોથી મીઠું મલકાતી યૌવનસંધ્યા રતુંબડો પાલવ સંકોરે કૂણી કૂણી હરિયાળી શી પથરાયેલી ટેકરીઓ પર ચડતો ઝૂમતો નિરખી રઉં અનિમેષ લાલલાલનો અફાટ આ વિસ્તાર ત્યાં તો વાદળ તૂટ્યાં અનરાધાર તલસતી ધરતીને ધરવી ઓડકાર ખાતું આકાશ તુપ્તિના બિંદુ નિરખે ક્ષિતિજની આ પાર એ બિંદુનો વિસ્તાર વિસ્તારનું દર્શન ને દર્શનનો વિસ્તાર. ( રવિ )
નમસ્કાર, આપના તરફથી મળેલ પ્રોત્સાહન બદલ આભાર. આપનો બ્લોગ ;મોર પીંછ’ ની મુલાકાત લીધી. ‘દર્શન’ નું દર્શન કરીને ધન્યતા અનુભવી. આભાર. Reply
નમસ્કાર,
આપના તરફથી મળેલ પ્રોત્સાહન બદલ આભાર. આપનો બ્લોગ ;મોર પીંછ’ ની મુલાકાત લીધી. ‘દર્શન’ નું દર્શન કરીને ધન્યતા અનુભવી.
આભાર.