એમ પૂછીને થાય નહીં પ્રેમ

એમ પૂછીને થાય નહીં પ્રેમ

દરિયાના મોજા કૈં રેતીને પૂછે:

તને ભીંજાવું ગમશે કે કેમ?

ચાહવાને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી

એકનો પર્યાય થાય બીજું

આંખોનો આવકારો વાંચી લેવાનો

ભલે હોઠોથી બોલે કે: બીજું?

ચાહે તે નામ તેને દઈ દ્યો તમે રે ભાઈ

અંતે તો હેમનું હેમ-

પગલે પગલે જો તમે પૂછ્યા કરો તો પછી

કાયમના રહેશો પ્રવાસી

મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ

એનું સરનામું, સામી અગાશી

મનગમતો મોગરો મળશે, વટાવશો

વાંધાની વાડ જેમ જેમ-

( તુષાર શુક્લ )

2 thoughts on “એમ પૂછીને થાય નહીં પ્રેમ

  1. Hinaben, tamoye Tusharbhai ni kavita mokli chhe
    tema shabde shabde manav matra mate sikhaman chhe.Bahuj pasand aavi ane manmaa tatha untarma utarwajei chhe. AABHAR.
    CommentsBy:
    Chandra

  2. tushr shukla ni aa rachena nayanesh jani dwra swar racana karal cha ana tamnaj gayu cha . aa saras rachna cha ja mana na prafulit kara cha
    jhsoni

Leave a Reply to chandra. Cancel reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.