માણસ ખાતે ઉધાર-શબ્દો ખાતે જમા
શ્વાસને ચોપડે માંડતાં રહેવું ગમા ને અણગમા
યાદની સિલક આગળ લઈ જાતાં ધ્રુજ્યો’તો હાથ
કળાયલ બહુ ધ્રુજ્યો’તો હાથ
શ્રી૧I ને બદલે કોકનું નામ લખ્યું તે એવું પ્રસર્યું
પ્રસર્યું પ્રસર્યું છેવટ થઈ ગ્યું ડાઘ
ડાઘ ખાતે ઉધાર-ચહેરા ખાતે જમા
શ્વાસને ચોપડે માંડતાં રહેવું ગમા ને અણગમા
જેટલી વખત કાગળ વાંચ્યો જેટલી વખત પાંપણ
પલળી એટલી આપણી મૂડી
સરવૈયામાં જૂજ પ્રસંગો સ્થાવર જંગમ રોકડા સ્પંદન
શાખ આમ તો રૂડી
સ્પંદન ખાતે ઉધાર ને જંગમ ખાતે જમા
શ્વાસને ચોપડે માંડતાં રહેવું ગમા ને અણગમા
( સંદીપ ભાટિયા )
Heenaji, aa sandeepbhai ni kavita no murm kelo undo chhe .em thhay chhe wanchyaj karie.Thanks
commentsBy::
Chandra.