નદીની હસ્તરેખાઓ ગણીને હાથમાં મૂકો
હથેળીના વલણને સાચવીને હાથમાં મૂકો
હશે ગાઢું અને બળકટ તળિયાની સમીપે પણ
સપાટીના જ જળને છેતરીને હાથમાં મૂકો
ડબોળો આંગળી એમાં નર્યું પોલાણ ભટકશે
વમળના અવતરણને તારવીને હાથમાં મૂકો
ઢળેલી સાંજના મળશે સરોવર ચોસલાંસોતું
નવાંનક્કોર શિલ્પો કોતરીને હાથમાં મૂકો
તમારી આંખના ખૂણે સજાવીને જે રાખ્યા છે
એ કિસ્સા ગોઠવી ભેગા કરીને હાથમાં મૂકો
( સંજય પંડ્યા )
Heenaje, ketlu mushkel chhe ke nadini hastrekha
mapwanu . wah wah saras kavita tamo e mokli chhe .
comments by:::
Chandra.
SANJAY PANDIYA’s Rachana gami ! Sanjaybhai welcome to my Blog CHANDRAPUKAR at>>>
http://www.chandrapukar.wordpress.com