શોધી લેજે કહી ફરે કાસિદ બિચારો શું કરે?
તું ન સરનામું ધરે કાસિદ બિચારો શું કરે?
બંધ દરવાજો અને નીચે જરા તિરાડ નહીં
એક એવા જડ ઘરે કાસિદ બિચારો શું કરે?
ભીના છે એનાં હલેસાં ને તરંગો કશ્તીઓ
એક સુક્કા સરવરે કાસિદ બિચારો શું કરે?
કંઈક વંચાતું નથી તો વાંક કંઈ એનો નથી
હાથ તારા થરથરે કાસિદ બિચારો શું કરે?
પત્ર પૂરો થાય ત્યાં લગ એ ઊભો ક્યાંથી રહે
તું ક્ષણે ક્ષણે વિસ્તરે કાસિદ બિચારો શું કરે?
( સૌમ્ય જોશી )
(કાસિદ=સંદેશવાહક/પ્રેમપત્રની આપલે કરવાવાળો)
SARAS !