ફૂલના તાજા જખમ અમને મળ્યા છે,
ચૂભતા સો સો જનમ અમને મળ્યા છે.
થાકતા હોતા નથી પગ ખેપ લાંબી;
પથ્થરો જેવા કદમ અમને મળ્યા છે.
ઘેર તો તારા વિના અંધાર અધવચ-
રાતના રસ્તા સનમ અમને મળ્યા છે.
વેદના ઓછી નથી આંખો ભરેલી-
આંસુઓ કોરાં પ્રથમ અમને મળ્યા છે.
એક ટૂંકી રાત જેવી જિન્દગીમાં,
કેટલા ભવના સિતમ અમને મળ્યા છે!
( મનીષ પરમાર )
Congratulations.Manish ! If you read this comment on your Kavya then my invitation to come to my Blog CHANDRAPUKAR at>>>>
http://www.chandrapukar.wordpress.com
Heenaben you are welcome to REVISIT my Blog too !