પૂર્ણ સંતોષી છું બેડો પાર લાગે છે મને,
એક બે છાંટાય મુશળધાર લાગે છે મને.
તાપણાને ફૂંક મારું છું હું ઠંડી રાતમાં,
ત્યારે ઊડતી રાખ પણ અંગાર લાગે છે મને.
ઓગળે છે માર્ગ, ઊડું છું જતાં મંઝિલ તરફ,
દિવ્ય ઝળહળતો હવે અંધાર લાગે છે મને.
મેળવ્યો છે મેં સહિષ્ણુતાથી પીડા પર વિજય;
દર્દ જે જીવલેણ છે, ઉપચાર લાગે છે મને.
કેવી નોખી આપે છે લજ્જત આ અણિયાળી મહેક!
કંટકો પણ પુષ્પનો પરિવાર લાગે છે મને.
શું હવે માગું વધારે? કોઈ શું દેશે મને?
આ સતત વહેતી હવા આધાર લાગે છે મને!
હર ક્ષણે મળતી રહે છે સાબિતી એવી મને,
તું વગર આકારનો સાકાર લાગે છે મને.
( શોભિત દેસાઈ )
saras rachana
હર ક્ષણે મળતી રહે છે સાબિતી એવી મને,
તું વગર આકારનો સાકાર લાગે છે મને.
—–
bahu j saras .
wow..very nice… i liked