એ નામે બોલાઉં છું તને

નાના હોઠ, માના ધાવણને જે નામે બોલાવેને,

એ નામે બોલાઉં છું તને.

એ નામે,

જે નામે નાનો કાંટો બોલાવે ડંકાને,

સુરખાબને બોલાવે નળસરોવર,

ઘાસને વરસાદ બોલાવે,

સાંજનો દરિયો બોલાવી લે સૂરજને,

તીણી ઘંટડી બોલાવે આજ્ઞાંકિત પટાવાળાને,

સાકર કીડીને,

વસ્તી કોલેરાને,

લોકલ ગિરદીને,

ટૂંકમાં,

ઉનાળો ને ગરમાળો ભેગા થઈને પીળા ઝૂમખાને જે નામે બોલાવેને,

ટૂંકમાં,

જે નામે બોલાવાય તો આવવું જ પડે ને,

એ નામે બોલાઉં છું તને.

( સૌમ્ય જોશી )

5 thoughts on “એ નામે બોલાઉં છું તને

 1. dear heenaji

  somewhere i read this poems and than i forgotton it, but to day i remember by read ur
  blog. pl. send a more gujarati poems & stories like this.

  thank you

  vinay margi
  vapi

 2. તકલીફ એ છે કે ‘એ’ને કોઈ નામ કે રુપ જ નથી .. પછી એ શી રીતે આવે?

  અને સાચું કહો તો એને બોલાવવાની જરુર જ શી છે? એ તો હાજરા હજુર છે — એકે એક કોશમાં.

Leave a Reply to jankrut Cancel reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.