નાના હોઠ, માના ધાવણને જે નામે બોલાવેને,
એ નામે બોલાઉં છું તને.
એ નામે,
જે નામે નાનો કાંટો બોલાવે ડંકાને,
સુરખાબને બોલાવે નળસરોવર,
ઘાસને વરસાદ બોલાવે,
સાંજનો દરિયો બોલાવી લે સૂરજને,
તીણી ઘંટડી બોલાવે આજ્ઞાંકિત પટાવાળાને,
સાકર કીડીને,
વસ્તી કોલેરાને,
લોકલ ગિરદીને,
ટૂંકમાં,
ઉનાળો ને ગરમાળો ભેગા થઈને પીળા ઝૂમખાને જે નામે બોલાવેને,
ટૂંકમાં,
જે નામે બોલાવાય તો આવવું જ પડે ને,
એ નામે બોલાઉં છું તને.
( સૌમ્ય જોશી )
it good for all age couple.
hemant doshi at mumbai
really, a verry good step from you.
it helpls to spread gujarati lenguage and poems all over the world.
dear heenaji
somewhere i read this poems and than i forgotton it, but to day i remember by read ur
blog. pl. send a more gujarati poems & stories like this.
thank you
vinay margi
vapi
તકલીફ એ છે કે ‘એ’ને કોઈ નામ કે રુપ જ નથી .. પછી એ શી રીતે આવે?
અને સાચું કહો તો એને બોલાવવાની જરુર જ શી છે? એ તો હાજરા હજુર છે — એકે એક કોશમાં.
નામોની સુંદર યાદી..એ દ્વારા રચાઈ એટલીજ સુંદર કવિતા. કવિ અને સંપાદક બંનેને ધન્યવાદ.