મારી કોટડીમાં

મારી કોટડીમાં સામાન ઘણો.

એક ખૂણે મારો પ્રેમ ભર્યો છે

એક ખૂણે અભિલાષા.

એક ખૂણે ધિક્કાર ભર્યો છે

એકમાં ઘોર નિરાશા.

બાળપણાની શેરી લઈ પેલી

ભરી છે આખી ને આખી

યૌવનના કંઈ બાગબગીચા

પ્રીતડીઓ વણચાખી.

ભર્યો છે હાસ્ય ને રુદન,

સાથે ઝોળો સુખદુ:ખ તણો,

મારી કોટડીમાં સામાન ઘણો.

પાર વિનાની ભૂલ પડી છે

કોઈના કંઈ ઉપકારો.

ઓસરતા ભૂતકાળની મૂર્તિ

ભાવિના કૈંક ચિતારો.

સર્જનનો ઈતિહાસ ભર્યો છે

ભૂગોળ ખગોળ ભેળો.

લેશ જગ્યા નહિ મુજ માટે

ઊભરાયો છે વ્યર્થનો મેળો.

બંધ આ મારાં દ્વારની પાછળ,

વધ્યો કોટિ કોટિ ગણો,

મારી કોટડીમાં સામાન ઘણો.

( નિનુ મઝુમદાર )

3 thoughts on “મારી કોટડીમાં

 1. very good

  Donate both & Be fresh

  એક ખૂણે ધિક્કાર ભર્યો છે

  એકમાં ઘોર નિરાશા.

 2. kacharano karo garaage sell ane saarane muko ebay par..je thoda paisaa aave tenu kari naakho will moTu
  saamaan vadharyaa karsho to ek din nikalavu padashe Tenta bahaar pela aarab jevu

  Just kidding..

  Sundar kavita

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.