તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.
કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું,
પરંતુ છીછરું ખાબોચિયું, આપણને નહીં ફાવે.
તું નહિ આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.
વફાદારીની આ ધગધગતી તાપણીઓ બુઝાવી દો,
સળગતું દિલ, દઝાતું કાળજું આપણને નહીં ફાવે.
તને ચાહું, ને તને ચાહનારાઓને પણ ચાહું?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે.
તમાચો ખાઈ લઉં છું ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.
ખલીલ, અણગમતાને ગમતો કરી લેવું નથી ગમતું,
ભલે તમને બધાને ફાવતું, આપણને નહીં ફાવે.
( ખલીલ ધનતેજવી )
Hello mam very good poem
આપણને નહીં ફાવે
તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.
કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું,
પરંતુ છીછરું ખાબોચિયું, આપણને નહીં ફાવે.
ખલીલ ધનતેજવી
khub saras kavita che.
આપણને નહીં ફાવે.
nice wonderfull poem ever i read
its true story ??? or u just written by urself
its wonderful
realy its amazing & great i like toomuch is gandhigiri & angamto gamto kari levu
realy great
મારા અમદાવાદના મસ્ત શાયર .
એમને એક વાર ટાઉન હોલમાં સાંભળ્યા હતા. એમની બુલંદી અને મીજાજ લાજવાબ છે.
પણ..
મારી પત્નીય હવે મને દાદા કહે છે , એ વ્યથાનું શું?!!!
અમને તો આ ગઝલ ફાવી.
અમને તો આ ગઝલ ફાવી.
અમને તો આ ગઝલ ફાવી.
reall
really
reall
bov bov bov must che
see more gujarati shayri
http://www.patel.synthasite.com
SAMAY BADA BALWAN, NAHI MANUSHYA BALVAN
GANDHIGEERI NO PHAVE TO SATYAMGIRI KARO
DHIRE DHIRE BHADHU PHAVI JASHE.
Pingback: તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. « My Collection of Gujarati Literature