ત્રીજો પડાવ(continue-1)
ડીશ લઈને આખા રેસ્ટોરન્ટમાં ફરી આવી પણ શું લેવું ને ક્યાંથી શરૂઆત કરવી તે સમજાયું નહીં. અનેક જાતના સૂપ, સલાડ અને શાક, રોટી-નાન, ભાત-પુલાવ, દાળ, પાસ્તા, જ્યુશ અનેક પ્રકારની મીઠી વાનગીઓ, આઈસ્ક્રીમ..અને એવી બધી અનેક વાનગીઓ અને બીન-શાકાહારી વાનગીઓનો અલગ વિભાગ પણ ખરો. બધાને જે અનુકૂળ આવ્યું તે લઈને બેઠા. અમને નવા આવેલા જોઈને Seagull Restaurantનો મેનેજર ફ્રાન્સીસ ડિકોસ્ટા તરત અમને મળવા માટે આવ્યો. અને ભોજન બાબતે કોઈ પણ ફરિયાદ હોય તો જણાવવા કહ્યું. નાન ચાવવામાં મમ્મી-પપ્પાને તકલીફ પડતી હોવાથી અમે ઘઉંની રોટલીની ફરમાઈશ કરી. થોડી વારમાં તો એણે અમારા ટેબલ પર ઘઉંની રોટી મૂકી દીધી. Buffet Dinner હતું તો પણ વેઈટરો સતત સર્વિસમાં હાજર હતા. અને જેને જે જોઈએ તે અને જેટલું જોઈએ તેટલું આપતા હતા. અમે બરાબર જમી લીધું.



તે દરમ્યાનમાં અમારા ત્રણે રૂમ તૈયાર થઈ ગયા હતા. રીસોર્ટ ૨૬ એકરમાં ફેલાયેલું છે. બેટરીથી ચાલતી cartમાં બેસાડીને રીસેપ્શનીસ્ટ અમને અમારા કોટેજ સુધી દોરી ગઈ. અમારા કોટેજમાં ચાર રૂમ હતા. બે ભોંયતળિયે અને બે પહેલા માળે. નીચે મારા પરિવારનો રૂમ હતો. અને ઉપરનો એક રૂમ મામા-મામીનો અને બીજો રૂમ દેવેશ-દેવાંગનો હતો. શિરડીથી નીકળ્યા ત્યારથી સતત સફરમાં હતા. અહીં સરસ વ્યવસ્થા જોઈને બધાએ બપોરના સમયે થોડો આરામ કર્યો.
સાંજે તૈયાર થઈને પુલ સાઈડ રેસ્ટોરન્ટ “Mama Mia”માં ચા-કોફી અને થોડો નાસ્તો કરી દરિયાકિનારે ઉપડ્યા. રીસોર્ટ ગોવાના Cavelossim Beach પર આવેલું છે. અને એકદમ દરિયાકિનારે જ છે. ભરતીનો સમય હતો. હું, મામી અને દેવાંગ થોડો સમય પાણીમાં ઉભા રહ્યા. સૂર્યાસ્તનો સમય હતો…સૂરજ ધીમે ધીમે ડૂબી રહ્યો હતો અને સાથે આકાશનો રંગ પણ બદલાઈ રહ્યો હતો. કિનારા પર ખાસ ભીડ ન હતી અને કિનારો એકદમ ચોખ્ખો હતો. રેતી એક્દમ મુલાયમ પાવડર જેવી અને સફેદ રંગની. સૂર્યાસ્ત થયો પછી અમે પાછા રીસોર્ટમાં આવ્યા. રીસોર્ટની સામે ઘણું મોટું શોપિંગ સેન્ટર હતું. ગોવાની બનાવટની વસ્તુઓ ખરીદવાની ઈચ્છા હતી. એટલે શોપિંગ સેન્ટરમાં ગયા. પણ ત્યાં ગોવાનું તો કંઈ જ મળતું ન હતું. મોટેભાગે કાશ્મીરી બનાવટની દુકાનો વધારે હતી. કાશ્મીરમાં આતંકવાદ વધ્યો પછી મૂળ ત્યાંના લોકો ધંધા-રોજગાર માટે બીજા પ્રદેશોમાં સ્થાયી થવાનું પસંદ કરે છે. વિદેશી પર્યટકોને માટે જ આ શોપિંગ સેન્ટર હતું એવું લાગ્યું. કારણ કે બધી વસ્તુઓના ભાવ ખૂબ જ હતા.

Dinner માટે આમ તો અમને રોજ Seagull Restaurant માં જ ખાવાની પરવાનગી હતી. પણ રીસોર્ટ તરફથી અમને રીસોર્ટની બીજી બે રેસ્ટોરન્ટના “ગેસ્ટ પાસ” આપવામાં આવ્યા હતા. જેમાં અગાઉથી જાણ કરીને એક દિવસ “Kebabs & Kurries”માં અને એક દિવસ “Mama Mia”માં સાંજનું ભોજન કરવાની છૂટ હતી. મામાએ બપોરે જ “Kebabs & Kurries”માં અમારું ટેબલ રીઝર્વ કરાવ્યું હતું. અહીં સવારના ભોજન જેવી વિવિધતા ન્હોતી. ઓર્ડર આપ્યા પછી પણ તે લાવતાં ઘણો વાર લગાડ્યો. “Kebabs & Kurries”ની બાજુમાં Open Air Theme Restaurant-“Haystack”માં લાઈવ બેન્ડ અને આતશબાજીનો કાર્યક્રમ ચાલતો હતો. પણ અમે બધા તો રૂમ ભેગા થયા.
Hope u hv enjoyed yr holiday? Goa was a portuguese colony. Have you visied the typical places where you have found portuguese influance, like cathedrals, castles or food , monuments etc? Did try to learn couple wourds in cocni, as Kasho ha tu? Bhora sah? That’s meam How r U? Rae you ok? Reply me if u wish, thanks or Obrigado in portuguese.
Hope u hv enjoyed yr holiday? Goa was a portuguese colony. Have you visied the typical places where you have found portuguese influance, like cathedrals, castles or food , monuments etc? Did try to learn couple wourds in cocni, as Kasho ha tu? Bhora sah? That’s meam How r U? Rae you ok? Reply me if u wish, thanks or Obrigado in portuguese.
Your photography is a very good.
Your photography is a very good.