પ્રશ્નોય આથમીને વળી ઉઘડે છે ત્યાં જ !
મોજાંય ઊછડીને પાછાં પડે છે ત્યાં જ !
પરવા નહીં સમયને પળ થોભવાની ક્યાંય
પળના પહેલ પાડી તું તો ઘડે છે ત્યાં જ !
સંઘર્ષ જીવનમંત્ર જેનો મનથી હોય છે
ક્રાંતિ થકી જ શાંતિ આખર જડે છે ત્યાં જ !
સાગર તો કદી સુખનો કે દુ:ખનો હો ભલે
પરપોટા સમો પૈસો સૌને નડે છે ત્યાં જ !
ખેંચાતી કલમ ક્યાંથી ને ક્યાં ફરી વળે?
કરનાર ઘાત ઘાયલ થૈ ખુદ પડે છે ત્યાં જ !
‘શિલ્પી’ જુઓ કે હાર-જીત કોઈની ન હોય
સિક્કો છે એક બાજુ બંને લડે છે ત્યાં જ !
( ઈશ્વર સુથાર ‘શિલ્પી’ )
Freind heenaji supb inspirable
સંઘર્ષ જીવનમંત્ર જેનો મનથી હોય છે
ક્રાંતિ થકી જ સાંતિ આખર જડે છે ત્યાં જ !
સાગર તો કદી સુખનો કે દુ:ખનો હો ભલે
પરપોટા સમો પૈસો સૌને નડે છે ત્યાં જ !
ક્રાંતિ થકી જ સાંતિ આખર જડે છે ત્યાં જ !