ઘણું બધું આપી શકે છે કવિતા
કારણ કે ઘણું બધું હોઈ શકે છે કવિતા
જિંદગીમાં,
જો આપણે એને જગ્યા આપીએ
જેમ ફૂલોને જગ્યા આપે છે વૃક્ષ
જેમ તારાઓને જગ્યા આપે છે રાત
આપણે બચાવી રાખી શકીએ છીએ
એના માટે
પોતાની અંદર ક્યાંક
એવો એક ખૂણો
જ્યાં જમીન અને આકાશ
જ્યાં માણસ અને ભગવાન વચ્ચે
ઓછામાં ઓછું અંતર હોય!
આમ તો કોઈ ઈચ્છે તો જીવી શકે છે
એક નિતાન્ત કવિતા વગરની જિંદગી
કરી શકે છે
કવિતા વગરનો પ્રેમ.
( કુંવર નારાયણ, અનુ. સત્યમ બારોટ, હસમુખ બારોટ )
[ હાલમાં કુંવર નારાયણને ૨૦૦૫નો જ્ઞાનપીઠ પુરસ્કાર જાહેર થયો છે ]
આમ તો કોઈ ઈચ્છે તો જીવી શકે છે
એક નિતાન્ત કવિતા વગરની જિંદગી
badha ja mahad amshe jive chhe kavita vinaanu jivan except few..who has given that space for kavita to grow