યાદ આવી

નથી જે કહી એ કથા યાદ આવી?

અહીં એમ મારી વ્યથા યાદ આવી.

દશા કઈ હતી એ ખબર કૈં પડી નહિ,

નહીં દર્દ કે ના દવા યાદ આવી.

રહ્યું આભથી બસ હવે વેંત છેટું,

અને એ ઘડીએ ધરા યાદ આવી.

હતો શૂન્યતાનો તરફડાટ એ તો,

તને જે ફરકતી ધજા યાદ આવી.

કહ્યું ક્યાં કે શું શું બીજું યાદ આવ્યું,

કહ્યું એટલું કે ઘટા યાદ આવી.

( ધીરેન્દ્ર મહેતા )

6 thoughts on “યાદ આવી

  1. Very nice gazal…
    દશા કઈ હતી એ ખબર કૈં પડી નહિ,
    નહીં દર્દ કે ના દવા યાદ આવી….lenjoyed..well done…

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.