…ના બને

રેતીના ઢગલા કદી ઘર ના બને,

મૃગજળનું દ્રશ્ય સરવર ના બને!

લોહી બાળે ખુદનું એ છે કવિ-

કાફિયા રચવાથી શાયર ના બને.

ફૂલની મોસમ ખીલી છે શ્વાસમાં,

પાનખર લીલા જ અવસર ના બને.

જિંદગીભર આવકારું યત્નને…,

કામયાબી એ જ જીવતર ના બને!

( રમેશ પટેલ )

4 thoughts on “…ના બને

  1. નિસબત, એને માટેની લોહૌબાળ ધગશ અને પુરુષાર્થનો મહિમા – બે જ કાવ્યખંડોમાં !!

    સલામ, રમેશજીને.

  2. hello dear friend., very good

    જિંદગીભર આવકારું યત્નને…,

    કામયાબી એ જ જીવતર ના બને!

    ( રમેશ પટેલ )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.