કીકીમાં કેદ કરી લીધા

કીકીમાં કેદ કરી લીધા મેં કાનજીને કીકીમાં કેદ કરી લીધા

ભોળી નથી કે હવે લોચન ઉઘાડું

છો ને વગડામાં વાંસળીઓ વાગે,

મધરાતે કોઈ ભલે બારણાં ધકેલે બાઈ

મારે બલારાત જાગે,

જનમના જાણકાર કેદના તે એણે

છૂટવાના છળ ભલાં કીધાં….મેં કાનજીને.

જુગ જુગ જોગીડા ભલે ગાળે સમાધમાં

વાળે પલાંઠી શ્વાસ રોકે,

મેં તો પલકમાં જ પકડ્યાં મેં પાધરા

પધરાવ્યા શમણાંના લોકે

વાંકા તે વેણના ને વાંકા વહેવારના

એમ વના થાય ના સીધા

મેં કાનજીને કીકીમાં કેદ કરી લીધા.

( ડો. જયંત પાઠક )

2 thoughts on “કીકીમાં કેદ કરી લીધા

  1. are wah kiki ma ked kari leedha me “kanjine
    bholi nathi ke have lochan ughadu

    ketali sundar kavita wanch to ja rahi gayo……..
    be ghadi khowai pan gayo….

    Comment By: Chandra.

  2. મારા ગુરુ કહે છે, “પરમાત્મા તો હરક્ષણે, હરપળે મોજૂદ છે, પણ જોનારી આંખ કંયા છે?” એ આંખ ત્યારે જ બને છે જ્યારે કાનો કીકી માં કેદ થયેલો હોય. મીરાં ની કીકીમાં એ કેદ હતો એટલે તેને હર જગ્યાએ તેના દર્શન થતાં. હળાહળ ઝેરમાં પણ તેને હરી દિઠાં અને ઝેર પણ અમ્રુત બની ગયું. રચના માં ખૂબ સુન્દર ભાવ છે જે હ્રુદય ને સ્પર્શ્યા વગર ન રહે.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.