લખી દે

ચોકખે ચોકખી વાત લખી દે;

મનમાં રમતી વાત લખી દે.

ભીતરનાં તું સપનાં છાનાં,

મેઘધનુષી સાત લખી દે.

ફાટે પણ ના ફીટે એવી,

આજ પટોળે ભાત લખી દે.

મૂંગા પારિજાતને પૂછી;

શબ્દોની સોગાત લખી દે.

વૈશાખી તડકા ઓઢીને;

પૂનમ જેવી રાત લખી દે.

( આનંદ મુનિચંદ્રજી )

One thought on “લખી દે

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.