હું બેઠો છું અઢેલીને

વીતેલાં વર્ષની ભીંતે હું બેઠો છું અઢેલીને,

મને ગમતી જૂની રીતે હું બેઠો છું અઢેલીને.

રગેરગમાં હજીયે રણઝણે, ઉચ્ચાર જે પામ્યું,

તું વાચક શબ્દ-સંગીતે હું બેઠો છું અઢેલીને.

નવા ચહેરા, અજાણ્યાં નામ તમજ ઠામની વચ્ચે,

જૂના જાણીતા તુજ સ્મિતે હું બેઠો છું અઢેલીને.

શમી ગ્યાં પણ હજી મહેંક્યા કરે મનની મજૂસે એ,

પ્રણયબંધી યુગલગીતે હું બેઠો છું અઢેલીને.

રમત હો કે પ્રણય હો, જંગ હો કે હો કંઈ બીજું,

લખી આપેલ તુજ જીતે, હું બેઠો છું અઢેલીને.

હવે આશ્લેષ ક્યાં ને ક્યાં હવે એ વૃક્ષ જ્યાં મળતાં?

ગઈ ગુજરી સમી પ્રીતે હું બેઠો છું અઢેલીને.

વીતી કડવી-મીઠી પળ સૌ વલોવી તારવ્યું જે મેં,

સમયના શબ્દ-નવનીતે હું બેઠો છું અઢેલીને.

( બકુલેશ દેસાઈ )

One thought on “હું બેઠો છું અઢેલીને

  1. weeti kadavi-meethi pal sau walovi taaravyu je me ,
    SAMAY NA SHAB-DA -NAVNEETE HU BETHHO CHHU ATHHELINE.

    comment by:Chandra.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.