મળી જશે

જાવ, ઉઠતી બજારે…બધું સસ્તું મળી જશે-

આંસુઓના વહેતા નગરમાં કોઈ હસતું મળી જશે.

આ નગરની શેરીઓ બધી, ખાલી થવા લાગી છે-

શોધ તારી અંદર હવે, કોઈ વસતું મળી જશે.

સતત મારી આસપાસ લપકે છે લીલી જીહવા-

ફંફોસી જો-છાને ખૂણે, તનેય કશું ડસતું મળી જશે.

વૃત્તિ ભાગી છૂટવાની- સતત રહી છે, મને,

જ્યાં તું છે-વસવાનું કારણ, અમસ્તું મળી જશે.

હાથ જોડી-માંગ, ઈશ્વર નથી-માણસ છે!

જોઈ તારી તરસ, તથાસ્તુ મળી જશે.


( કાજલ ઓઝા-વૈદ્ય )

4 thoughts on “મળી જશે

 1. wah ,,,,,waha very nive

  હાથ જોડી-માંગ, ઈશ્વર નથી-માણસ છે!

  જોઈ તારી તરસ, ‘તથાસ્તુ’ મળી જશે.

  ( કાજલ ઓઝા-વૈદ્ય )

 2. bhuj saras

  આ નગરની શેરીઓ બધી, ખાલી થવા લાગી છે-

  શોધ તારી અંદર હવે, કોઈ વસતું મળી જશે.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.